કોરોનાકાળ બાદ મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમોને ઘણો ફાયદો થયો છે. અલબત આ વળતર દરેક વર્ષે વાર્ષિક ધોરણે મળ્યું હોય તેવું નથી.
પરફોર્મર્સ સ્મોલ અને મિડ સ્પેસથી છે. અહીં પર અસ્થિરતા વધારે હોઈ શકે છે. આ કારણથી ઈન્વેસ્ટર્સે સાવધાની રાખવાની જરૂર છે.
3 વર્ષમાં 376 ટકા સુધી વળતર આપનાર સ્કીમની વાત કરીએ તો પ્રથમ નામ ક્વાંટ સ્મૉલ કેપ ફંડ છે,જેણે 376 ટકા સુધી વળતર આપ્યું છે.
આ સેક્ટરમાં બીજુ નામ આદિત્ય બિરલા સનલાઈફ ડિજીટલનું છે. તેણે 164 ટકા સુધી વળતર આપ્યું છે. જો આપણે બરોડા BNP પારિબાસ મિડકેપ ફંડની વાત કરીએ તો તેણે 126 ટકા વળતર આપ્યું છે.
કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડની વાત કરીએ તો 217.23 ટકા, HDFC સ્મોલકેપ ફંડ 206 ટકા, ICICI પ્રૃડેન્શિયલ કોમોડિટીઝ 297 ટકા અને SBI કોન્ટ્રા ફંડ 200 ટકા સુધી વળતર આપ્યું છે.