જ્યારે તમે ડ્રાઈવ પર નિકળો છો ત્યારે ટાયર પંચર થવાનું અને હવા નિકળી જવા અંગે સતત ચિંતા રહેતી હોય છે. લોંગ ડ્રાઈવમાં તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જોકે તમને ખૂબ જ જલ્દીથી ટાયરનું પંચર થવા અને ટાયરમાંથી હવા નિકળવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. અગ્રણી ટાયર ઉત્પાદક કંપની એરલેસ ટાયર્સ લોંચ કરવાની યોજના ધરાવે છે.
આ ટાયર એટલે કે એરલેસ ટાયર્સમાં હવા ભરવાની જરૂર રહેતી નથી. ઘણા વર્ષો અગાઉ આ એરલેસ ટાયર્સનો કન્સેપ્ટ રજૂ થયો હતો. અનેક બ્રાંડે એરલેસ ટાયર્સનો કન્સેપ્ટ પર કામ કરી રહ્યા છે.
એરલેસ ટાયર બિલકુલ તેના નામ પ્રમાણે જ છે. આ ટાયરમાં રબરના ટ્રેડર્સ હોય છે. પ્લાસ્ટિક અથવા રબરના સ્પોક્સ દ્વારા તેને સપોર્ટ કરવામાં આવે છે. આ સ્પોક્સ વિઝીબલ હોય છે. તેમા હવા ભરવાની જરૂર રહેતી નથી.
સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્પોક્સ ફ્લેક્સિબલ હોય છે અને સરફેસ પ્રમાણે વળી શકે છે. તે પ્રેસર એવી જ રીતે વહન કરશે કે જે પ્રમાણે સામાન્ય ટાયરમાં જોવા મળે છે. આ સાથે કારમાં સ્પેર ટાયર રાખવાની ઝંઝટથી મુક્ત