ભારતમાં કોલસાની આયાત ગત નાણાકીય વર્ષના 11 મહિનામાં 32 ટકા વધી 14.85 કરોડ ટન


By Nilesh Zinzuwadiya09, Apr 2023 04:22 PMgujaratijagran.com

11 મહિનામાં 32 ટકા વધી આયાત

દેશમાં કોલસાની આયાત નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 11 મહિનામાં 32 ટકા વધી 14.85 કરોડ ટન થઈ છે. ગયા વર્ષે સમાન અવધીમાં 11.23 કરોડ ટન હતી.

કૂકિંગ કોલની આયાત 7.69 ટકા વધી

એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન કૂકિંગ કોલની આયાત 7.69 ટકા વધી 5.05 કરોડ ટન પહોંચી છે.જે એક વર્ષ અગાઉ 4.68 કરોડ ટન હતી.

ફેબ્રુઆરીમાં આયાત વધી

નોન-કૂકિંગ કોલની આયાત ફેબ્રુઆરી,2023માં 94.2 લાખ ટનથી વધી 1.16 કરોડ ટન થઈ. કૂકિંગ કોલની આયાત 44 લાખ ટન પહોંચી છે,જે ફેબ્રુઆરી,2022માં 40.3 લાખ ટન હતી.

ભારત દુનિયાનો ટોચોના પાંચ કોલસા ઉત્પાદક

ભારત દુનિયાનો ટોચોના પાંચ કોલસા ઉત્પાદક દેશમાં સામેલ છે. ઘરઆંગણે ઊંચી માંગ સાથે સમુદ્ર માર્ગે કોલસો સસ્તો પડતો હોવાથી આયાત કરી રહ્યા છે

છેલ્લા 11 મહિનામાં સોનાની આયાત 30 ટકા ગગડીને 31.80 અબજ ડોલર થઈ