છેલ્લા 11 મહિનામાં સોનાની આયાત 30 ટકા ગગડીને 31.80 અબજ ડોલર થઈ


By Nilesh Zinzuwadiya09, Apr 2023 03:50 PMgujaratijagran.com

11 મહિનામાં 30 ટકા ઘટી આયાત

દેશમાં સોનાની આયાતા 11 મહિનામાં 30 ટકા ગગડીને 31.80 અબજ ડોલર થઈ. સોનાની આયાત દેશના ચાલુ ખાતાની ખાધને અસર કરે છે

વર્ષ 2021-22માં સોનાની આયાત 45.2 અબજ ડોલર થઈ

વર્ષ 2021-22માં સોનાની આયાત 45.2 અબજ ડોલર થઈ હતી. ઓગસ્ટ,2022થી સોનાની આયાત સતત નકારાત્મક રહી છે. ગત નાણાકીય વર્ષના 11 મહિનામાં ચાંદીની આયાત 66 ટકા વઘી 5.3 અબજ ડોલર થઈ.

વ્યાપાર ખાધ 247.52 અબજ ડોલર પહોંચવાનો અંદાજ

નાણાકીય વર્ષ 2022-23માં વ્યાપાર ખાધ 247.52 અબજ ડોલર પહોંચવાનો અંદાજ છે. તે ગત નાણાકીય વર્ષની અવધિમાં 172.53 અબજ ડોલર હતી.

વાર્ષિક 600 ટન સોનું આયાત કરવામાં આવે છે

ભારતે એપ્રિલ-જાન્યુઆરી,2023 દરમિયાન આશરે 600 ટન સોનાની આયાત કરી છે. સામાન્ય રીતે દેશમાં વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરવામાં આવે છે.

અમેરિકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાને મંદીના વધતા જોખમ અંગે કર્યાં સાવચેત