અમેરિકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાને મંદીના વધતા જોખમ અંગે કર્યાં સાવચેત


By Nilesh Zinzuwadiya08, Apr 2023 04:34 PMgujaratijagran.com

જોખમ વધી ગયું

USના ભૂતપૂર્વ નાણાં પ્રધાન લોરેન્સ સમર્સે કહ્યું છે કે અમેરીમાં મંદીનું જોખમ વધી ગયું છે. અર્થતંત્રમાંથી આ અંગે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

વ્યાજદરો અંગે શું કહ્યું

વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે તે સારી વાત છે. US ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં સતત વ્યાજદરમાં વધારો થયો છે. તેની અમેરિકાના અર્થતંત્રમાં અસર થશે.

બેઠક 3 મેના રોજ યોજાશે

આગામી સમયમાં US ફેડરલ વ્યાજ વધારશે કે નહીં તે અંતિમ સમયમાં લેવામાં આવશે. હવે પછીની બેઠક 3 મેના રોજ યોજાશે. જોબ્સ રિપોર્ટમાં મજબૂતીના સંકેત મળ્યા છે.

આર્થિક મોરચે નબળા સંકેત

મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના પર્ચેઝીંગ સર્વેમાંથી એકંદરે નબળા સંકેત મળ્યા છે. ISM ફેક્ટરી ડેટા 2020 બાદ સૌથી નીચા સ્તરે આવી ગયા છે.

ફેડરલ રિઝર્વએ પોતાને પૂછવું પડશે

ફેડરલ રિઝર્વ અંગે પોતાના ઈન્ટર્નલ મોડલ્સ રિવ્યૂ કરવાની જરૂર છે. US ફેડરલ બેન્કિંગ સિસ્ટમમાં વધી રહેલા જોખમને સમજી શક્યું નથી.

દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 32.9 કરોડ ડોલર ઘટી 578.45 અબજ ડોલર થયો