દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર 31મી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 32.9 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર થયું
છેલ્લા બે સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ભંડાળમાં નોંધપાત્ર વધારો થયા હતા 24 માર્ચના રોજ તે 5.98 અબજ ડોલર વધી 578.78 અબજ ડોલર પહોંચ્યું હતું.
નાણાકીય વર્ષ 2022-23માં કુલ વિદેશી ભંડાર 28.86 અબજ ડોલર ગગડ્યું છે. ઓક્ટોબ,2021માં દેશનું કુલ વિદેશી ભંડાર 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
રિઝર્વ બેન્કના સાપ્તાહિક આંકડા પ્રમાણે 31 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ભંડાર મહત્વનો હિસ્સો છે, વિદેશી અસ્કયામતો 3.6 અબજ ડોલર ઘટી 509.691 અબજ ડોલર રહી.