કાળા તલમાં ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ્સ, ઓમેગા-3 અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળી આવે છે. જેના કારણે તેનો દવા તરીકે ઉપયોગ થાય છે.
કાળા તલનો ઉપયોગ ઘણા પ્રકારના નાન, મફિન્સ, કેક, બદામ તેમજ કચોરીમાં વ્યાપકપણે થાય છે.
કાળા તલનું સેવન કરવાથી ખતરનાક બિમારીઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ કઈ પ્રકારની બિમારીઓ દૂર થાય છે.
કાળા તલમાં લિઓનિક એસિડ અને ઓલિક એસિડ જેવા ફેટી એસિડ મળી આવે છે. જે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે.
કાળા તલમાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવતું હોવાથી વાળ ખરતા અટકાવે છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાંસી, ગળામાં દુખાવો અને અસ્થમાના દર્દીઓ કાળા તલ ખાવાથી તેમને રાહત મળે છે.
કાળા તલમાં કેલ્શિયમ મળતું હોવાથી હાડકા દુખાવાના દર્દીને રાહત મળે છે.
કાળા તલમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે. જે યૂરિક એસિડથી થતા દર્દ અને સોજામાં રાહત આપે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.