લોકો સદીઓથી દૂધમાં ગોળ મિક્સ કરીને પીતા આવ્યા છે. ગોળમાં આયર્ન, પોટેશિયમ, પ્રોટીન અને મેગ્નેશિયમની માત્રા શરીરને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે.
દૂધમાં ગોળ ભેળવીને ખાવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ કઈ સમસ્યાઓ દૂર થાય છે.
ગોળ અને દૂધનું સેવન કરવાથી શરીરમાં પાચન ઉત્સેચકોનો સ્ત્રાવ વધે છે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ગોળ મિનરલ્સથી ભરપૂર હોવાથી શરીરમાં ઈન્ફેક્શનની અસર ઓછી થાય છે. ગોળ ભેળવીને દૂધ પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આખા દિવસની મહેનત અને વર્કઆઉટ પછી થાક દૂર કરવા માટે દૂધમાં ગોળ ભેળવીને પીવાથી શરીરમાં નબળાઈ ઓછી થાય છે.
દૂધમાં ગોળ ભેળવીને પીવાથી સ્નાયુઓને આરામ મળે છે. જેના કારણે એન્ડોર્ફિન હોર્મોન્સ મોટી માત્રામાં બહાર આવે છે. જેથી પીરિયડના દુખાવાથી રાહત મળે છે.
ગરમ દૂધમાં ગોળ ભેળવી સેવન કરવાથી જે ગોળ અને દૂધમાં વિટામીન છે તે મગજના સ્નાયુઓને આરામ આપે છે. જેથી ઊંઘની સમસ્યા દૂર થાય છે.
ગોળ અને દૂધમાં વધુ પ્રમાણમાં કેલેરી મળી આવે છે. આથી ગોળ અને દૂધનું ,સેવન આપણને ભૂખ ઝડપથી લાગતી નથી. જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.