પહલી રોટલી ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ- સમૃઘ્ઘિ આવી શકે છે,&જાણો કઈ રીતે...
By Jagran Gujarati07, Jan 2023 04:49 PMgujaratijagran.com
હિંન્દુ ઘર્મમાં ગાયને રોટલી ખવડવવી ખુબ જ મહત્વ છે. ઘર્મ ગ્રંથોમાં પહેલી રોટલી ગાયને ખવડાવવની પરંપરા છે. ચાલો જાણીએ તેના કારણ અને ફાયદાઓ જ્યોતિષ નિષ્ણાત ડો. રાઘાકનંત વત્સ પાસેથી.
ઘર્મ ગ્રંથો મુજબ ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ હોવાની માન્યતા છે. એવામાં ગાયને રોટલી ખવડાવવી એ તમામ દેવી દેવતાઓને અંન્નદાન સમાન ગણવામાં આવે છે.
ગાયને પહેલી રોટલી ખવડાવવાથી જીવનમાં સંપન્નતા અને ઘરમાં સુખ- સમૃધ્ધી આવે છે. ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.
ગાયને પુજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે કોઈ પણ દેવી દેવતાઓની પુજા કરવાને બદલે માત્ર ગાયની પુજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. તેના કારણે ગાયને પહેલી રોટલી ખવડાવવામાં આવે છે.
ગાયને રોટલી ખવડાવવાથી જીવનમાં સફળતા મળી શકે છે. અને પ્રગતિમાં અવરોધરુપ ખામીઓ પણ દુર થાય છે. વ્યકિતને તેના પાપોમાંથી પણ મુકિત મળે છે.
ગાયને પહેલી રોટલી ખવડાવવાથી માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બની રહે છે. અને તિજોરીમાં તેમનો વાસ થાય છે. નાણાકીય લાભ શક્યતાઓ વઘે છે.
એવું માનવામાં આવે છે કે બેઠી ગાયને ગોળ ખવડાવવાથી દેવાના બોજમાંથી મુક્તિ મળે છે. અને આર્થિક સ્થિતિમાં ઝડપથી સુઘારો થાય છે.
સુકી રોટલી ગાયને ક્યારેય ખવડાવવી ન જોઈએ. રોટલીમાં ગોળ અને ખાંડ નાખવી જોઈએ. ગાયની રોટલીમાં ચપટી ભરીને હળદર પણ અવશ્ય નાખવી જોઈએ.
જો તમે પણ ગાયને પહેલી રોટલી ખવડાવતા હોય તો ફાયદાની સાથે આ નિયમોનું ધ્યાન રાખો.
આવી જ અન્ય સ્ટોરી જોવા માટે
Breathtaking Places: જુઓ North East Indiaના 5 સૌથી ખુબસુરત Hill Station