કરચલી દૂર કરવા કેળાનો આ રીતે કરો ઉપયોગ, Wrinkles ઓછા થવા સાથે ત્વચા નિખરશે


By Sanket M Parekh2023-05-05, 16:18 ISTgujaratijagran.com

કેળુ અને પપૈયુ

કરચલીથી રાહત મેળવવા માટે કેળા અને પપૈયાથી બનેલ ફેસપેક લગાવી શકો છે. આ માટે કેળા અને પપૈયાને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને અડધા કલાક સુધી ચહેરા પર લગાવીને રાખો.

કેળા અને કૉકોનેટ મિલ્ક

કેળાને સારી રીતે મૈશ કરીને તેમાં નારિયેળનું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. જેને 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાથી કરચલીની સમસ્યામાં રાહત મળી શકે છે.

કેળા અને એલોવેરા

2-3 ચમચી એલોવેરા જેલમાં કેળાને સારી રીતે મેશ કરીને પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેકને સપ્તાહમાં એક વખત અડધા કલાક સુધી ચહેરા પર લગાવીને ચહેરો ધોઈ નાંખો. જેથી કરચલીઓ દૂર થઈ જશે.

કેળા અને બીટરૂટ

કેળાની છાલને પીસ્યા બાદ એક ચમચી બીટરૂટનો રસ અને એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવીને રાખવાથી કરચલી ઓછી થઈ જશે.

કેળા અને બેસન

કરચલીમાંથી છૂટકારો મેળવવા માટે કેળા અને બેસનું ફેસ પેક લગાવો. આ માટે કેળાને મેશ કર્યા બાદ એક ચમચી બેસન અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવી જોઈએ.

કેળાની છાલ

એન્ટી ઑક્સીડેન્ટ્સથી ભરપુર કેળાની છાલ પર કરચલી દૂર કરી શકે છે. આ માટે ચહેરાને સાફ કર્યા બાદ કેળાની છાલને ચહેરા પર થોડીવાર માટે સ્ક્રબ કરવી જોઈએ.

દેશમાં 1 અબજ ટન કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક