વજન વધારે છે ઓટ્સ, જાણો Weight Gain માટે ઓટ્સ ખાવાની યોગ્ય રીત


By Sanket M Parekh2023-05-05, 16:13 ISTgujaratijagran.com

પોષક તત્વ

ઓટ્સમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટિન, એન્ટી ઑક્સીડેન્ટ્સ અને વિટામિન બી-3 જેના પોષક તત્વો મળી આવે છે.

ઓટ્સ શેક

વજન વધારવા માટે તમે ઓટ્સનો શેક બનાવીને પી શકો છો. આ માટે ફૂલ ક્રિમ મિલ્કમાં ઓટ્સ, કિશમિશ, ખજૂર સહિત અન્ય ડ્રાય ફ્રૂટ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. જે વજન વધારવામાં મદદ કરે છે.

ઓટ્સ અને કેળા

કેળા અને ઓટ્સના કૉમ્બિનેશનને ખાાથી પણ વજન વધારી શકાય છે. આ માટે ઓટમીલની સાથે કેળાને મિક્સ કરીને ખાવ. જેથી શરીરને એનર્જી મળવા સાથે વજન પણ વધે છે.

ઓટ્સ અને પ્રોટીન પાવડર

ઓટ્સને પ્રોટીન પાવડર સાથે ખાવાથી વજન વધવા ઉપરાંત મસલ્સ બનાવવામાં પણ મદદ મળે છે. જેને ખાવાથી મસલ્સ પર સારી અસર થાય છે.

ઓટ્સ અને ચોકલેટ મિલ્ક

સામાન્ય દૂધની સરખામણીમાં ચોકલેટ મિલ્કમાં કેલેરી વધારે હોય છે. આથી ચોકલેટ મિલ્કમાં ઓટ્સ મિક્સ કરીને ખાઈ શકાય છે. જેથી વજન વધશે.

સોનાની કિંમત વિક્રમજનક સ્તરે હોવાથી માંગમાં થયો 17 ટકાનો તોતિંગ ઘટાડો