મુકેશ અંબાણી દેશના જાણીતા ઉદ્યોગપતિ છે. તેમનો પરિવાર લક્ઝરી લાઈફ માટે સતત ચર્ચામાં રહે છે
આજે આપણે અંબાણી પરિવારમાં મહિલાઓમાં નીતિ અંબાણીથી લઈ ટીના અંબાણી સુધી કેટલો શૈક્ષણિક અભ્યાસ કર્યો તે અંગે જાણશું.
નીતા અંબાણીના દીકરી ઈશા અંબાણીએ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે
પ્રસિદ્ધ હીરા વ્યાપારીના દીકરી અને અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાએ પ્રિંસટન યુનિવર્સિટી, ન્યૂ જર્સી, સંયુક્ત રાજ્ય અમેરિકામાંથી એન્થ્રોપોલોજીમાંથી ડિગ્રી મેળવી છે.
સૌથી નાની વહુ રાધિકાએ મુંબઈના ઈકોલે મોંડિયલ વર્લ્ડ સ્કૂલ તથા બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ વર્ષ 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટીકલ સાયન્સની ડિગ્રી ધરાવે છે
નીતા અંબાણીએ મુંબઈના નરસી મોંજી કોલેજ ઓપ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યુટમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત તેઓ એક ખૂબ જ સારા ભરતનાટ્યમ ડાન્સર પણ છે.
અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીએ સ્કૂલી શિક્ષણ મુંબઈના એમએમ પ્યુપિલ્સ સ્કૂલમાંથી પૂરું કર્યું હતું. આ ઉપરાંત મુંબઈના જય હિંદ કોલેજમાંથી આર્ટમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.
ટીના અંબાણીના વહુ કૃષા શાહે યુનિવર્સિટી ઓપ કેલિફોર્નિયામાંથી પોલિટીકલ ઈકોનોમી અને ઈટાલિયન સ્ટડીઝમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે