આ અત્યારના આધુનિક સમયમાં ઘણા લોકોને એડીનો દુખાવો થતો હોય છે. જે શરૂઆતમાં પોતાની ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. ચાલો જાણીએ એડીના દુખાવાના કારણો અને કેટલાક ઉપાયો.
એડીનો દુખાવો વજન વધવું, લાંબા સમય સુધી પગ પર ઊભા રહેવું, હીલ્સ પહેરવા, વર્કઆઉટનો અભાવ, વિટામિનની ઉણપ, ઈજા થવી, યુરિક એસિડમાં વધારો અને બ્લડ સુગર વધવાથી થાય છે.
એડીના દુખાવાથી રાહત મેળવવા માટે તમે હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરી અને તમારા પગને થોડીવાર તેમાં રાખવાથી રાહત મળે છે.
એડીના દુખાવો થતો હોય તો થોડીવાર માટે તમે એડી પર બરફ લગાવશો તો તુરંત રાહત મળી શકે છે.
તમારા પગના તળિયા પર તેલ લગાવો અને દરરોજ સૂતા પહેલા તેની માલિશ કરો. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને દુખાવામાં પણ રાહત મળે છે.
તમને પગની એડીમાં દુખાવો થતો હોય તો આરામદાયક શૂઝ પહેરવા જરૂરી છે. જેનાથી રાહત મળે છે.
જો તમને પગમાં અને ઘૂંટણમાં દુખાવો થતો હોય તો રોજ સવારે ઉઠીને દોડવાથી અને જોગિંગ કરવાથી રાહત મળી શકે છે.
જો એડીમાં સતત દુખાવો રહે છે અને આ ઘરગથ્થુ ઉપાયો અપનાવાથી પણ તમને રાહત નથી મળતી તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો તમને પણ તમારી એડીમાં દુખાવો થતો હોય તો આ ઘરેલું ઉપાય કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.