ઘણા લોકોને કંટોલાનું શાક ખાવું ગમે છે. આને ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ શું ફાયદા થાય છે?
કંટોલામાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમની પૂરતી માત્રા મળી આવે છે.
શરીરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, જેને દૂર કરવામાં કંટોલાનું શાક ખૂબ જ ફાયદાકારક છે.
કંટોલામાં ફાયબર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
કંટોલામાં વિટામિન સીની ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
કંટોલામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને સોજો પણ ઓછો થાય છે.
કંટોલામાં ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
કંટોલાનું શાક ખાવાથી કબજિયાત અને અપચો નથી થતો જેનાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.