ભારતમાં પિનકોડની શરૂઆત પોસ્ટને સરળ બનાવવા માટે કરવમાં આવી હતી. તે 15 ઓગસ્ટ 1972ના રોજ તૈયાર કરવામાં આવ્યો હતો.
પિનકોડનો વિકાસ નહીં હોવાને લીધે પોસ્ટ માસ્ટરને યોગ્ય જગ્યાની ઓળખ કરવામાં મુશ્કેલી પડતી હતી.
પોસ્ટને જલદી યોગ્ય સરનામા પર પહોંચાડવા માટે પોસ્ટ વિભાગે પિનકોડ સિસ્ટમ લાગૂ કરી હતી. તેનાથી પત્ર વિચરણ વ્યવસ્થામાં ઘણો સુધારો થયો.
પિનકોડ એક છ આંકડાનો કોડ હોય છે. તેમાં પહેલા બે આંકડા પોસ્ટના વિસ્તારને દર્શાવે છે. ત્યારબાદના બે આંકડા પોસ્ટ સર્કર અને અંતિમ બે આંકડા પોસ્ટ ઓફિસ અંગે માહિતી આપે છે.