Khajur Pak Recipe: વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક રેસીપી


By Vanraj Dabhi25, Oct 2024 05:33 PMgujaratijagran.com

ખજૂર પાક રેસીપી

શિયાળામાં ખજૂર પાક ખાવાની અલગ મજા છે, ઘણાય લોકો શિયાળામાં ખજૂરના બિસ્કિટ, ખજૂર રોલ વગેરે બનાવતા હોય છે, તમે ખજૂર પાક ઘરે બનાવી શકો છો.

સામગ્રી

ખજૂર, ઘી, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ, પીસ્તા, ખસખસ, તરબૂચના બી, સૂકુ નારિયેળ, એલચી પાઉડર, ઘી, દૂધ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ખજૂરમાથી ઠળીયા કાઢી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં કાજુ, બદામ , અખરોટ અને પિસ્તાને બારિક સમારી પછી એક પેનમા ઘી ગરમ કરી ડ્રાઈફ્રુટ્સને શેકી લો.

સ્ટેપ-3

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નરમ થાય ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-4

હવે બીજા પેનમાં થોડું દૂધ, મિલ્ક પાવડર, ખજૂર સાથે મિક્સ કરી પછી તેમા શેકેલા ડ્રાઈફ્રુટ્સ અને એલચી પાવડર ઉમેરીને બધુ બરાબર મિક્સ કરો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ફેલાવીને છરી વડે ચોરસ ટુકડા કરી લો.

સર્વ કરો

તૈયાર છે ખજૂર પાક તમે શિયાળામાં આ રેસીપી અજમાવી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Meetha Ghughra Recipe: જામનગરી મીઠા ઘુઘરાની રેસીપી