Papaya Benefits :પપૈયું વાળને ત્વચા માટે છે ગુણકારી
By Jagran Gujarati17, Jan 2023 12:53 PMgujaratijagran.com
પપૈયું સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેના ઘણા ફાયદા છે. તે પોષકતત્વોનો પણ સ્ત્રોત છે.પપૈયામાં ઘણી ખાસિયત
પપૈયામાં પ્રોટિયોલિટિક એન્ઝાઈમ અને એન્ટીબેક્ટીરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્યમાં લાભકારી છે.&સ્વાસ્થ્ય માટે લાભકારી
પપૈયામાં લાઈકોપીન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાની કરચલીઓ અને ડાધને દૂર કરે છે. વધતી ઉંમરના સંકેતો જે દેખાય છે તેને અટકાવે છે.ત્વચા માટે ગુણાકારી
પપૈયામાં રહેલું પપેન અને કાઈમોપેન ઈન્ઝાઈમ સોજાને ઓછો કરે છે. તે ડેડ સ્કિનના સેલને દૂર કરી ખીલને ઓછા કરવામાં મદદ કરે છે.&ખીલ પર નિયંત્રણ
પપૈયામાં રહેલું વિટામિન-A વાળ પર સકારાત્મક લાભ કરે છે. જેનાથી તેને પોષણ અને મજબૂતી મળે છે.&વાળમાં કન્ડિશનિંગ