Cleaning Tips: પોતુ લગાવતી વેળાએ પાણીમાં મેળવો આ વસ્તુઓ
By Jagran Gujarati17, Jan 2023 10:52 AMgujaratijagran.com
ઘરની ટાઈલ્સ ઘણીવાર વારંવાર સાફ કરવા છતાં ગંદી લાગે છે. અહીં આજે તમને કેટલી ક એવી વસ્તુઓ જણાવશો જે તમારી ટાઈલ્સને ચમકાવી દેશે.
ઘરના અલગ અલગ ભાગમાં સફાઈ માટે વપરાતો બેકિંગ સોડા કામની વસ્તુ છે. તમારી ટાઈલ્સને ચમકાવા માટે પોતુ કરવાના પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેનાથી તમારી ટાઈલ્સ ચમકશે.બેકિંગ સોડા
ટાઈલ્સની સફાઈની સાથે ઘરને સુગંધીત બનાવવા માટે તમે નેફ્થલીન બોલ્સનો ઉપયોગ કરી શકો છો. પોતુ કરવાની ડોલમાં અડઘા કલાક પહેલા નેફ્થલીન બોલ નાખી દેવાથી ટાઈલ્સ સારી સાફ થશે અને સુગંધ પણ આવશે.પાણીમાં નેફ્થલીન બોલ્સ નાખો
સિરકા એસિડિક હોય છે. કાળા ડાઘને કાઢવામાં તે મદદ કરે છે.સિરકાનો ઉપયોગ કરો
પોતાના પાણીમાં લીંબુ નાખવાથી ટાઈલ્સમાં રહેલા ડાઘ સરળતાથી દૂર થાય છે. આવું કર્યા પછી ચોખ્ખા પાણીથી પોતું કરી દો.લીંબુનો રસ
ઘરમાં અલગ અલગ ભાગમાં સફાઈ માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી શકો છો. એક નાની ચમચી બોરેક્સ પાવડર નાખવાથી તમારી તમામ ટાઈલ્સ સાફ થઈ જશે.બોરેક્સ પાવડર
ટાઈલ્સને સાફ કરવા માટે પાણીમાં ડિટરજન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. વધારે ડિટરજન્ટ ન નાખો તેનાથી ટાઈલ્સ લીસી બની જશે.ડિટર્જન્ટનો ઉપયોગ કરો
આ બધી વસ્તુઓ ઉપરાંત તમે માર્કેટમાં મળતા ક્લીનરને ખરીદીને પણ સફાઈ કરી શકો છો. તમને 50 થી 100 રૂપિયાની અંદર ક્લીનર મળી જશે.ક્લીનર
આ વસ્તુઓ તમે પોતાના પાણીમાં મેળવી શકો છો. આવી જ રસપ્રદ વિગતો માટે ગુજરાતી જાગરણને ફોલો કરો.