મોટાભાગના લોકો જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે વરિયાળી ખાતા હોય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે, પરંતુ તેનું વધુ પડતા સેવનની આડઅસર વિશે જાણી લો.
વરિયાળીના વધુ પડતા સેવનથી કેટલાક લોકોને ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતી વરિયાળીના સેવનથી પેટમાં ગેસ, અપચો, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓએ વધુ વરિયાળીનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેમાં ફાયટોસ્ટ્રોજન હોવાથી ગર્ભાશય સંકોચાય શકે છે.
વરિયાળીની તાસીર ઠંડી હોય છે, તેથી તેનું વધુ સેવન શરદી અને ઉધરસ જેવી બીમારીઓને નોતરી શકે છે.
બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ડૉક્ટરની સલાહ વગર વરિયાળીનું સેવન ટાળવું જોઈએ. આ બાળક અને તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
જો તમે કોઈ રોગની દવા લઈ રહ્યા હોવ તો, વરિયાળી ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જેની અમે પુષ્ટિ કરતા નથી.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.