ગુજરાતમાં આવેલા માતાજીના પ્રખ્યાત મંદિરો વિશે જાણો


By Dimpal Goyal21, Sep 2025 02:57 PMgujaratijagran.com

ગુજરાતના મંદિરો

ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના મંદિરઓ આવેલા છે. ભક્તો પણ પુરા ભાવથી તેમની પ્રાર્થના કરતા હોય છે.

મહાકાળી માતાનું મંદિર, પાવાગઢ

ચાંપાનેર પાવાગઢ નજીક કાળકા માતાનું મંદિર આવેલું છે. ભારતમાં સ્થાપિત 51 શક્તિપીઠોમાંથી એક, આ મંદિર જંગલોની વચ્ચે એક ટેકરી પર આવેલું છે, જે માતા કાલીને સમર્પિત છે.

અંબાજી માતાનું મંદિર, બનાસકાંઠા

51 શક્તિપીઠોમાં અંબાજીને સૌથી મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં દેવી માતાની કોઈ પ્રતિમા નથી. 

મોમાઈ માતાનું મંદિર, કચ્છ (મોમાઈમોરા)

મોમાઈ માતાનું મંદિર કચ્છના રાપર નજીક આવેલું મોરાગઢ ગામ ખાતે આ મંદિર આવેલું છે. જ્યાં દેવી મોમાઈમાં સંયમ પ્રગટ થયા હોવાનું કહેવાય છે, આ મંદિર તીર્થસ્થાન છે અને દર વર્ષે નવરાત્રિની પૂર્વસંધ્યાએ અહીં વિશાળ ઉત્સવ ઉજવવામાં આવે છે.

આશાપુરા માતાનો મઢ, કચ્છ 

આ મંદિર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં સ્થિત દેવી માતાને 'આશા પૂરી કરનાર' માનવામાં આવે છે, તેથી તેનું નામ આશાપુરા પડયું હોવાનું માનવામાં આવે છે. 

ખોડિયાર માતાનું મંદિર, રાજપરા

ખોડિયાર માતાનું મંદિર ભાવનગર નજીક આવેલું છે, જે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. નવરાત્રિ દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

બહુચરાજી માતાનું મંદિર, મહેસાણા

માઁ બહુચરાજીનું શક્તિપીઠ એ ગુજરાતના મહેસાણામાં આવેલું છે. દર વર્ષે અનેક ભક્તો બહુચરા માતાના મંદીરે પહોંચે છે. બહુચર માને સિંધની હિંગળાજ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે.

ઉનાઈ માતાનું મંદિર, નવસારી

નવસારીમાં આવેલું ઉનાઈ માતાનું મંદિર પ્રાચીન અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અહીં ગરમ પાણીના ઝરણાં છે, જેનું ધાર્મિક અને ઔષધીય મહત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે.

ચામુંડા માતાનું મંદિર, ચોટીલા

ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. સપાટીથી 1173 ફૂટની ઉંચાઈ પર પર્વતની ટોચ પર માતા બિરાજમાન છે.

વાંચતા રહો

ઘામિૅક સ્થળોની માહિતી અંગે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પ્લેન દુર્ઘટનામાં કેટલા રાજકીય નેતાઓનો જીવ ગયો? જાણો યાદી