જાણો અંબાણી પરિવારના કપલ્સ અંગે જે પરિવારની શાન છે


By Jignesh Trivedi20, Jan 2023 11:00 AMgujaratijagran.com

અંબાણી પરિવારમાં એવા અનેક કપલ્સ છે જેના વિશે લોકોને ખાસ ખ્યાલ નથી કેમકે આ કપલ્સ વધુ ફેમસ નથી, તેમ છતાં આ પરિવારની શાન છે. તો આવો જાણીએ અંબાણી પરિવારના આવા કપલ્સ અંગે.

વર્ષ 2019થી ભારતના સમાચાર માધ્યમોમાં છવાયેલું કપલ એટલે આકાશ અને શ્લોકા. આ બંનેના પુત્રનું નામ પૃથ્વી છે. આકાશ અને શ્લોકા નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા અને તેમની લવસ્ટોરી પણ ઘણી જ ખાસ છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 8 માર્ચ, 1985માં થયા હતા. તેમની લવસ્ટોરી પણ ખાસ છે. ટ્રાફિક સિગ્નલ પર મુકેશે પોતાની ગાડી રોકીને નીતાને પ્રપોઝ કર્યું હતું અને તેમણે હા પાડી હતી.&મુકેશ અંબાણી અને નીતા અંબાણી

ઈશા અને આનંદ પીરામલના લગ્ન 2018માં થયા હતા. ઈશા મુકેશ અંબાણીની એકની એક દીકરી છે. ઈશા અને આનંદને પાવર કપલ કહેવામાં આવે છે.ઈશા અંબાણી અને આનંદ પીરામલ

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી અને પૂર્વ એક્ટ્રેસ ટીના અંબાણીના લગ્ન 1991માં થયા હતા. ટીના એક્ટ્રેસ હતા તેથી ધીરુભાઈ અંબાણી આ સંબંધથી ખુશ ન હતા. ટીના અને અનિલના બે પુત્ર છે જેમના નામ જય અનમોલ અને જય અંશુલ છે.&અનિલ અંબાણી અને ટીના અંબાણી

ધીરુભાઈ અંબાણીની પુત્રી દીપ્તીના લગ્ન દત્તરાજ સલગાંવકર સાથે 1983માં થયા હતા. આ કપલ ફરી ગોવા શિફ્ટ થઈ ગયું હતું. આ કપલના લવમેરેજ થયા હતા.&દીપ્તી અને દત્તરાજ સલગાંવકર

કોઠારી શુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડના હેડ શ્યામ કોઠારી સાથે નીના કોઠારીના લગ્ન 1986માં થયા હતા. આ કપલ વર્ષ 2015માં વિખુટુ પડી ગયું. 2015માં ભદ્રશ્યામનું 54 વર્ષે નિધન થઈ ગયું. શ્યામ કોઠારીએ જ દેશના પહેલા મ્યૂચ્યુઅલ ફંડની લગભગ 20 વર્ષ પહેલા શરૂઆત કરી હતી.&નીના કોઠારી અને ભદ્રશ્યામ કોઠારી

દીપ્તી સલગાંવકરની દીકરી ઈશિતાના લગ્ન નીરવ મોદીના નાના ભાઈ નિશ્ચલ મોદી સાથે વર્ષ 2016માં ગોવામાં થયા હતા. ઈશિતા અને નિશ્ચલની સગાઈ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં થઈ હતી.ઈશિતા સલગાંવકર અને નિશ્ચલ મોદી

આ તમામ અંબાણી કપલ્સ છે જે પરિવારની શાન છે. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને લાઈક કરો અને શેર કરો.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

ઘરમાં રહેલું આવું ફર્નીચર ક્યાંક બગાડે નહીં તમારું ફ્યૂચર