Water Park: અમદાવાદના ફેમસ વોટર પાર્કની એન્ટ્રી ફી સહિત A to Z વિગતો જાણો


By Vanraj Dabhi23, Mar 2025 05:12 PMgujaratijagran.com

વોટર પાર્ક

સમર વેકેશનમાં ઘણા લોકો વોટર પાર્કમાં બાળક થી લઇ યુવાનોને નાહવાની ખૂબ જ મજા આવતી હોય છે.

અમદાવાદના વોટર પાર્ક

વોટર પાર્કમાં ઠંડા પાણી, રોમાંચક રાઈટ્સ, વોટર એક્ટિવિટી, સ્વિમિંગનો આનંદ માણી શકો છો. આજે અમે તમને અમદાવાદ નજીકના ફેમસ વોટર પાર્કની યાદી શેર કરીશું.

શંકુઝ વોટર પાર્ક

શંકુઝ વોરટ પાર્ક અમદાવાદ મહેસાણા હાઇવે આવેલો છે. અહીં સોમવાર થી શનિવાર સુધી એક વ્યક્તિનો એન્ટ્રી ચાર્જ 1225 રૂપિયા અને રવિવારે 1425 રૂપિયા હોય છે.

સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક

સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ગાંધીનગર મહુડી રોડ પર આવેલું સૌથી લોકપ્રિય અને જૂનું વોટર પાર્ક છે. 1 વ્યક્તિની એન્ટ્રી ફી 500 રૂપિયા છે, તેમજ પુરુષ કોસ્ચ્યુમનો ચાર્જ 80 અને મહિલાના કોસ્ચ્યુમના 100 રૂપિયા છે.

ધ એન્જોય સિટી

ધ એન્જોય સિટી વોટર પાર્ક મહીસાગર નદીના કિનારાની નજીક બોરસદ ખાતે આવેલું છે. આ વોટર પાર્કની એન્ટ્રી ટિકિટ સોમવાર થી શનિવાર માટે 799 રૂપિયા અને રવિવાર માટે પ્રવેશ ફી અનુક્રમે 999 રૂપિયા છે.

જલધારા વોટર પાર્ક

જલધારા વોટર પાર્ક અમદાવાદમાં મણિનગર ખાતે આવેલું છે, અહીં 27 વોટર રાઇટ્સ અને ફન એક્ટિવિટી છે. 3 થી 12 વર્ષના બાળકની એન્ટ્રી ફી 250 રૂપિયા છે અને 12 થી 50 વર્ષના વ્યક્તિ માટે 450 રૂપિયા તેમજ 50 વર્ષથી ઉંમરના વ્યક્તિઓ માટે 150 રૂપિયા એન્ટ્રી ફી છે.

બ્લિસ એક્વા વર્લ્ડ રિસોર્ટ વોટર પાર્ક

બ્લિસ એકવા વર્લ્ડ રિસોર્ટ વોટર પાર્ક ઉંઝા નજીક આવેવ છે, અહીં સોમવાર થી શનિવારની એન્ટ્રી ફી 800 રૂપિયા અને રવિવારની એન્ટ્રી ટિકિટ 1000 રૂપિયા છે.

સુસ્વા વોટર પાર્ક

ઈડરમાં આવેલ સુસ્વા વોટર પાર્કમાં સોમવાર થી શનિવાર માટે પુખ્ત વયના વ્યક્તિ દીઠ 499 રૂપિયા એન્ટ્રી ફી છે. તો રવિવાર માટે પ્રવેશ ફી 599 રૂપિયા છે.

શ્રી ગણેશ ફન વર્લ્ડ

કડીમાં આવેલ શ્રી ગણેશ ફન વર્લ્ડ વોટર પાર્કમાં સોમ થી શનિ પખ્ત વ્યક્તિનો એન્ટ્રી ચાર્જ 700 રૂપિયા અને બાળકનો 550 રૂપિયા છે અને રવિવાર માટેનો ચાર્જ અનુક્રમે 900 રૂપિયા અને 700 રૂપિયા છે.

ઉનાળાના વેકેશનમાં ગુજરાતના આ સ્થળો પર બાળકોને ફરવા લઈ જાઓ