ઉનાળાના વેકેશનમાં ગુજરાતના આ સ્થળો પર બાળકોને ફરવા લઈ જાઓ


By Vanraj Dabhi23, Mar 2025 04:13 PMgujaratijagran.com

બાળકોનું સમર વેકેશન

સમર વેકેશનમાં મોટાભાગના બાળકો મોબાઈલ અને કોમ્પયુટરમાં પોતાનો સમય વધારે પસાર કરે છે. પરંતુ કેટલાક એવા સ્થળો છે જ્યાં તમે ઉનાળામાં બાળકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતના કેવડિયા કોલોનીમાં નર્મદા નદીના કિનારે આવેલી આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તમે બાળકો સાથે અહીં સમર વેકેશન પ્લાન કરી શકો છો.

ગીર અભ્યારણ

સાસણ ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, તમે અહીં બાળકો સાથે જંગલ સફારીની પણ મજા માણી શકો છો.

સાપુતારા

સાપુતારા ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટેના લોકપ્રિય સ્થળોમાંનું એક છે. ઉનાળાની ગરમીમાં સાપુતારા હિલ સ્ટેશન બાળકો સાથે ફરવા માટે બેસ્ટ રહેશે.

જુનાગઢ

સમર વેકેશન માટે તમે જુનાગઢમાં ગિરનાર પર્વત અને આસપાસ ઘણા ફરવા લાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ધાર્મિક સ્થળો

સમર વેકેશનમાં તમે બાળકો સાથે દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર, અંબાજી મંદિર શક્તિપીઠ, શામળાજી મંદિર વગેરેની મુલાકાત લ શકો છો.

Famous Temples of Gujarat: ગુજરાતના આ મંદિરોની મુલાકાત અવશ્ય લો