ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ ગયા છો, આ રીતે રાહત મળશે


By Jivan Kapuriya23, Jul 2023 02:52 PMgujaratijagran.com

ઘૂંટણનો દુખાવો

પહેલા વૃદ્ધાવસ્થાના કારણે લોકો ઘૂંટણના દુખાવાથી પીડાતા હતા.હવે બાળકોથી લઈને યુવાનો પણ આનો સામનો કરી રહ્યા છે.

યુવાનો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે

ક્યારેક ઘૂંટણનો દુખાવો સામાન્ય હોય છે તો ક્યારેક આ દુખાવો લાંબા સમય સુધી તકલીફ આપે છે. પરતું આજે અમે તમને ઘરગથ્થુ ઉપચારથી તેને કાવી રીતે ઘટાડી શકાય તેના વિશે વાત કરી રહ્યા છીએ.

સરસવનું તેલ

તમારા ઘરમાં રહેલ સરસવનું તેલ માલિશ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. જો કે ઘૂંટણના દુખાવા માટે માત્ર સરસવનું તેલ પૂરતું નથી.

લસણ

સરસવના તેલમાં લસણની એક કરી મિક્સ કરીને માલિશ કરો. તેનાથી ઘૂંટણના દુખાવામાં ઘણી રાહત મળશે.

પીડા દૂર થશે

લસણમાં ઔષધીય ગુણો હોય છે, જે તમને ઘૂંટણની દુખાવાના સોજોને ઘટાડવામાં મદદ કરશે.

તેલ બનાવવાની પદ્ધતિ

એક બાઉલમાં સરસવનું તેલ કાઢો અને તેમાં લસણની કળી પણ ઉમેરો. પછી તેને થોડીવાર પકાવો. જ્યારે લસણની કરી કાળી થઈ જાય એટલે ગેસને બંધ કરી દો.

ઘૂંટણ પર માલિશ કરો

તૈયાર કરેલા તેલનું ઘૂંટણ પર માલિશ કરો. આમ કરવાથી ઘૂંટણ અને સાંધાનો દુખાવો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.

ડોક્ટરનો સંપર્ક કરો

ઉપરોક્ત પદ્ધતિને અનુસરીને સરસવના તેલમાં લસણની કરીને મિક્સ કરી ઘૂંટણ પર માલિશ કરવાથી દુખાવો ઓછો થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

લો બ્લડ પ્રેશરમાં અર્જુનની છાલ ફાયદાકારક છે, આ 5 રીતે ઉપયોગ કરો