અર્જુનની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લો બ્લડ પ્રેશરમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ લો બ્લડ પ્રેશરમાં અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો.
ઇલાજીક એસિડ, ગ્લાયકોસાઇડ્સ, બીટા સ્ટીરોસીટોલ, હાયપોલિપિડેમિક ગુણધર્મો.
લો બ્લડ પ્રેશરની સમસ્યામાં અર્જુનની છાલનું પાણી પીવાથી ફોયદો થાય છે. આ માટે અર્જુનની છાલને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે પાણી ગરમ કરીને પીવો. તેનાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
આ સમસ્યામાં અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. આને પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં તેમજ બ્લડ પ્રેશરમાં ઘણો ફાયદો થાય છે. તેના માટે આ છાલને પાણીમાં ઉકાળો અને તેમાં મધ અને તજ મિક્સ કરીને પીવો.
લો બ્લડ પ્રેશરની સમસ્યામાં તમે અર્જુનની છાલની ચા પી શકો છો. આને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ હૃદયની બામારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
અર્જુનની છાલનો પાવડર પણ આ સમસ્યામાં તમારી મદદ કરી શકે છે. તેના માટે આ પાવડરને નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવો. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.