ઓલ્કોહોલનું સેવન શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આજે અમે તમને જણાવીશું કે ઓલ્કોહોલથી કિડની સિવાય શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે.
આલ્કોહોલ શરીરના અંગો પર ખરાબ અસર કરવાની સાથે મગજમાં રક્ત પરિભ્રમણ પણ બગાડે છે અને મગજ સંકોચાવા લાગે છે.
આલ્કોહોલનું વધુ પડતું સેવન તમારી કિડનીને પણ નુકસાન પહોચાડી શકે છે. સતત દારું પીવાથી તમારી કિડનીના કાર્યમાં સમસ્યા શઈ શકે છે.
ઓલ્કોહોલના સેવનથી લીવરમાં ચરબી જમા થવા લોગે છે જે પાછળથી લીવરને ખરાબ કરવાનું કામ કરે છે. લીવર ખરાબ થવાથી આલ્કોહોલિક હેપેટાઈટીસ જેવી બીમારીઓ થઈ શકે છે.
રોજ દારું પીવાથી ફેફસામાં પણ સોજો આવે છે. ઓલ્કોહોલનું નિયમિત સેવન કરવાથી ફેફસાના કાર્યને પણ અસર કરે છે.
સતત દારું પીવાથી તમારું હૃદય રોગ માટે સંવેદનશીલ બની શકે છે. આલ્કોહોલનું નિયમિત સેવન તમને હાર્ટ એટેક,હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.
લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે. આલ્કોહોલના સતત સેવથી તમારી પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે.
આલ્કોહોલનું નિયમિત સેવન કરવાથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ થાય છે. આલ્કોહોલ મગજ પર ખરાબ અસર કરવાની સાથે તમારી યાદશક્તિને પણ નબળી પાડે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.