Rice Storage Tips: ચોખાને જંતુ મુક્ત રાખવા માટે કિચન ટિપ્સ


By Vanraj Dabhi14, Nov 2024 07:48 PMgujaratijagran.com

જંતુ મુક્ત ચોખા

આપણે ઘણી રસોઈમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ. તેથી ઘણા લોકો બે મહિનાનું રાશન એક સાથે લઈ આવીને ઘરે સંગ્રહ કરે છે. પરંતુ ઘણી વખત ચોખાને એર ટાઈટ કન્ટેનરમાં સંગ્રહિત ન કરવાથી તેમાં જંતુ પડી જતા હોય છે.

તમાલપત્ર

ચોખાના કન્ટેનરમાં જીવાંત અથવા જંતુઓ હોય, તો તમે તેનાથી છુટકારો મેળવવા માટે તમાલપત્ર ના પાંદડાની મદદ લઈ શકો છો.

આ રીતે તમાલપત્રનો ઉપયોગ કરો

ચોખ્ખાના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ચોખામાંથી જીવાંત બહાર ભાગી જાય છે.

લવિંગ

ચોખાના ડબ્બામાંથી જીવાતને દૂર કરવા માટે તમે લવિંગની મદદ પણ લઈ શકો છો. તેની તીવ્ર ગંધથી જંતુઓ અને જીવાત ભાગવા લાગે છે.

આ રીતે ઉપયોગ કરો

ચોખાને એર ટાઈટ કન્ટેનરમાં ભરી પછી તેમાં 7 થી 8 લવિંગ તે ડબ્બામાં મૂકવાથી જંતુઓ થોડી જ વારમાં ભાગી જશે.

હીંગ

ચોખાના ડબ્બામાં રહેલા જીવાત અને જંતુઓને દૂર કરવા માટે તમે હીંગની મદદ પણ લઈ શકો છો. તેની તીવ્ ગંધના કારણે જંતુઓ ભાગી જાય છે.

આ રીતે ઉપયોગ કરો?

ચોખાના ડબ્બામાં હિંગનો નાનો ટુકડો રાખવાથી જંતુઓ ભાગી જાય છે.

લીમડાના પાંદડા

સૂકા લીમડાના પાનને ચોખાના ડબ્બામાં રાખો. તેની તીવ્ર ગંધથી જંતુઓ ચોખામાંથી ભાગવા લાગે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chapati: રોટલી નરમ બનશે અને ફૂલશે બસ આ વસ્તુ ઉમેરો