થાળીમાં ગરમ ગરમ અને રૂ જેવી પોચી રોટલી મળે તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે રોટલી ગરમ હોય ત્યારે તે નરમ રહે છે અને જ્યારે તે ઠંડી થાય છે ત્યારે તે એકદમ કડક બની જાય છે. તદુપરાંત, રોટલી યોગ્ય રીતે ચડતી નથી.
જો તમારી સાથે પણ એવું થતું હોય કે રોટલી બનાવતી વખતે બરાબર ચઢતી નથી અથવા તે ઠંડી પડે ત્યારે એકદમ કડક થઈ જાય છે, તો તમારે સોફ્ટ અને ફૂલકા રોટલી બનાવવાની રીત જાણવી જોઈએ. આ ટ્રીક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
રોટલીનો લોટ બાંધતી વખતે એક ચમચી ઘી ઉમેરો. આના કારણે, રોટલી ફૂલી જશે અને ગોલગપ્પા જેવી થઈ જશે અને રોટલી ઠંડી થયા પછી પણ નરમ રહેશે. આ ટ્રિક અજમાવવાથી રોટલી રૂ જેવી પોચી બનશે અને સ્વાદ પણ બમણો થઈ જશે.
લોટમાં પાણી ઉમેરતા પહેલા તેમાં ગરમ તેલ અથવા ગરમ ઘી નાખો. આ પછી પાણી ઉમેરીને નરમ લોટ બાંધો.
રોટલીનો લોટ બાંધ્યા પછી તેને 15 મિનિટ મૂકી રાખો. તરત જ રોટલી ન બનાવો. સાથે જ રોટલીના લોટ પર તેલવાળો હાથ લગાવો. જો તમે આ રીતે રોટલી બનાવશો તો રોટલી સોફ્ટ અને ફૂલશે.
રોટલીનો લોટ બાંધતા પહેલા તેને ચાળણીમાં ચાળી લો. તેનાથી લોટમાં રહેલો જાડો અને બરછટ ભાગ અલગ થઈ જશે અને રોટલી નરમ થઈ જશે.
તમે હુંફાળા પાણીમાં થોડું મીઠું ઉમેરી લોટ બાંધો. આમ કરવાથી રોટલી સારી રીતે ફૂલી જાય છે અને નરમ પણ રહે છે. તમને જણાવી દઈએ કે લોટ ભેળવતી વખતે તમે તેમાં દૂધ ઉમેરી શકો છો.
આવી સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ પર ક્લિક કરો.