ચા લગભગ રોજ આપણા ઘરે બનાવીએ છે, તેમા એકજ ચાનું વાસણ ઉપયોગ લેવાય છે, જેમા સમય જતા ડાઘ અને ઘબ્બા પડે જેને સાફ કરવા પણ અઘરુ બની જાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સરળતાથી ચાના ગંદા વાસણ સાફ કરી શકો છો. આવો જાણીએ તેની સરળ ટીપ્સ
ખાવાના સોડાનો ઉપયોગ ચાના વાસણને સાફ કરવા માટે પણ કરી શકાય છે. આ માટે ચા બનાવવાના વાસણની આસપાસ સોડા નાખીને પાંચ મિનિટ માટે આ રીતે રહેવા દો, ત્યાર પછી તેને ધોઈ લો, વાસણ સરસ ચોખ્ખુ થઈ જશે
ગંદા ચાના વાસણ પર લીંબુ ઘસવાથી ચાના વાસણ સારી રીતે સાફ કરી શકાય છે. આ માટે તેમાં લીંબુ કાપીને બર્ન થઈ ગયેલા વાસણ પર ઘસો. હવે તેમાં ગરમ પાણી રેડી તેને છોડી દો, વાસણની કાળાશ દૂર થઈ જશે
વિનેગર અને ખાવાનો સોડા મિક્સ કરી તેનાથી પણ વાસણને ધોઈ શકાય છે, આનાથી વાસણની ગંદકી ઝડપથી દૂર કરી શકાય છે
ચાના વાસણમાં 2 ચમચી મીઠું નાખી તેમા પાણી અને ડીશવોશર ઉમેરો અને તેને ગરમ કરી લો, હવે તેને એક કલાક માટે મુકી રાખો. ત્યારપછી તેને બ્રશથી ઘસીને તેને કપડાથી સાફ કરી લો