દેશી ઘીને શરીર માટે ઘણું પૌષ્ટીક માનવામાં આવે છે, ત્વચા, પેટ, વાળ વગેરે માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. આજે આપણે દેશી ઘીથી નાઈટ ક્રીમ બનાવાની રીત જાણીશું. આ નાઈટ ક્રીમ તમને ત્વાચા સંબધિત અનેક સમસ્યાઓથી બચાવશે. આવો જાણીએ તેને બનાવાની રીત
એક ચમચી ઘીમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરો અને હલાવી લો, આ સાથે તેમાથી નીકળતા પાણીને હટાવતા રહો. જ્યારે બરફ પીગળી જાય ત્યારે ઘીનું ટેક્ષર જાડું બને છે જે નાઈટ ક્રીમનું કામ કરશે.
જો તમને સ્કીને બર્નની સમસ્યા હોય તો તમે આ નાઈટ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આના ઉપયોગ માટે, તમારા ચહેરાને સાફ કરી લો અને પછી ઘીમાંથી બનેલી આ ક્રીમને ચહેરા પર લગાવો.
આ દેશી ઘી થી બનેલા નાઈટ ક્રીમના ઉપયોગથી તમારા ચહેરા પરના ડાઘ પણ દૂર કરવામાં માટે પણ કરી શકો છો. રાત્રે સુતા પહેલા આ ક્રીમ લગાવો, જેથી તમને આનુ સારુ પરિણામ મળે શકે
આ નાઈટ ક્રીમ તમારા ચહેરાની ડ્રાયનેસને પણ દૂર કરે છે અને ત્વાચાને મુલાયમ બનાવે છે. આ ક્રીમને તમે દરરોજ ઉપયોગમાં લઈ શકો છો