Kitchen Tips: શિયાળામાં આ ડાયફ્રુટ્સ ખાઓ અને તંદુરસ્ત રહો


By Jagran Gujarati10, Jan 2023 06:11 PMgujaratijagran.com

શિયાળામાં વાસણ ધોવા એ એક મોટુ કામ છે. ઠંડુ પાણી અને ઠંડા વાસણ જોઈને જ વ્યક્તિને ઠંડી લાગે છે. ચાલો જાણીએ કેટલીક ટીપ્સ, જેનાથી તમે આ ઋતુમાં વાસણ ઝડપથી સાફ કરી શકો છો.

શિયાળામાં ઠંડા પાણીથી બચવા અને વાસણોને ધોવા માટે તમે મોજાનો ઉપયોગ કરી શકો છો. મોજા પહેરવાથી હાથ ગંદા નહીં થાય અને ઠંડા પણીથી પણ બચી શકશો.હાથના મોજાનો ઉપયોગ કરો

જો તમે &શિયાળામાં વાસણ સરળતાથી સાફ કરવા માગો છો તો સૌથી પહેલા સિંકની ગટરને બ્લોક કરો.સિંક બ્લોક કરો

હવે સિંકમાં પડેલા વાસણો પર ખાવાના સોડા નાખો અને ઉપર 2 કપ વિનેગાર અને એક લિંબુ પણ કાપીને નાખીએ.આવી રીતે કરો સાફ

હવે સિંકમાં ગરમ પાણી નાખીને આખા સિંકને ગરમ પાણીથી ભરો અને લગભગ 15 મિનિટ સુધી વાસણોને તે પાણીમાં પલાળી રાખો.વાસણને પાણીમાં રાખો

15 મિનિટ પછી વાસણોને સ્વચ્છ પાણીથી ધોઈ લો. વાસણ સાફ થઈ જશે અને આ પ્રકિયાથી વાસણો ઝડપથી ચમકવા લાગશે.સાફ કરો

જો વાસણમાં ખોરાક બળી ગયેલ વાસણ હોય તો તેને સાફ કરવા માટે વાસણ પર થોડુ મીઠું અને ડિશ સાબુ અથવા લિક્વિડ નાખીને તેને સ્ક્રબ પેડથી ઘસો. વાસણ ઝડપથી સાફ થઈ જશે.બળી ગયેલ વાસણ આ રીતે સાફ કરો

એક ટબમાં ગરમ પાણી ભરીને રાખો અને તેમાં ડિશ લિક્વિડ ઉમેરો અને ફરીથી ખરાબ વાસણો નાખી દો. 10 મિનિટ પછી સ્પોન્જથી સાફ કરો અને સ્વચ્છ પણીથી ધાઈ નાખો.ટબ નો ઉપયોગ કરો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

પતિ સાથે ઈજિપ્તમાં હનીમૂન મનાવી રહી છે Hansika Motwani, શેર કરી તસવીરો