રસોઈ બનાવતી વખતે વાસણો કાળા પડવા સામાન્ય વાત છે, પણ તેને સાફ કરવું ક્યારેક મુશ્કેલ બની જાય છે. આવો જાણીએ કેટલીક સરળ ટિપ્સ વિશે જે કાળા પડેલા તવા, કૂકર વગેરેને સરળતાથી ચમકાવી દેશે.
પહેલા કાળા પડેલા તવાને ગેસ પર ગરમ કરો. થોડું પાણી ઉમેરો જેથી તે ગરમ થાય અને ગંદકી નરમ પડે.
હવે આ પાણીમાં લીંબુનો રસ, થોડો સર્ફ પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરો.
આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી, 5-10 મિનિટ સુધી ઉકળવા દો, જેથી કાળી ગંદકી દૂર થવા લાગે.
જ્યારે તપેલીનો પાછળનો ભાગ પણ કાળો થઈ જાય છે, ત્યારે બીજી વાસણમાં પાણી ભરી, તે ભાગને તેમાં ડૂબાડો.
પછી, 1 ચમચી બેકિંગ પાવડર અને થોડો સર્ફ મિક્સ કરી, અડધા લીંબુની મદદથી તવાને ચોખ્ખું કરો.
સ્ટીલના બ્રશથી તવાને સારી રીતે ઘસો, પણ હાથને ઇજા ન થાય તેનું ધ્યાન રાખો.
અંતે, તવાને સારી રીતે પાણીથી ધોઈને ચમકાવી લો.