આજે આપણે જાણીશું રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલા લોટમાંથી સોફ્ટ અને ફ્લફી રોટલી કેવી રીતે બનાવી શકાય. રોટલી બનાવતી વખતે આ ટિપ્સ અજમાવાથી તમે સોફ્ટ અને ફુલકા રોટલી બનાવી શકશો
હુંફાળા પાણીથી લોટને ફરીથી ભેળવી લો, તેની ઉપર થોડું પાણી લગાવીને તેને ઉપરથી સારી રીતે મસળી લો. આમ કરવાથી લોટ ફ્રેશ થઈ જશે
જો તમે રેફ્રિજરેટરમાંથી લોટ કાઢીને રોટલી બનાવતા હોવ અને તમારી પાસે સમય ઓછો હોય તો રોટલીને ધીમા ગેસ ઉપર શેકો
રેફ્રિજરેટરમાંથી લોટ કાઢ્યા પછી તરત જ રોટલી ન બનાવશો, પરંતુ તેને રુમ ટેમ્પ્રેચર પર આવવા દો પછી રોટલને શેકો. રેફ્રિજરેટરમાંથી લોટ કાઢી તરત રોટલી બનાવવાથી તેનો સ્વાદ અલગ થઈ જાય છે અને રોટલી નરમ નથી બનતી.