ડ્રાયફ્રુટ્સ હેલ્દી હોવાની સાથે શરીરને ગરમ પણ રાખે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો તે યોગ્ય રીતે સંગ્રહિત ન કરો તો તે ઝડપથી ખરાબ થઈ જાય છે. તો આજે અમે તમારી સમસ્યાનું નિરાકણ કરીએ છીએ.ચાલો તમને જણાવીએ કે તેને લાંબા સમય સુધી સંગ્રહિત કેવી રીતે કરી શકાય.
ડ્રાય ફ્રુટ્સ હંમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખો. આમ કરવાથી તે હવાઈ નથી જતા અને ક્રિસ્પી રહે છે.
તેને રસોડાથી દૂર ઠંડી જગ્યાએ રાખો. ડ્રાય ફ્રુટ્સને ફ્રીજની અંદર ન રાખો. તેમાં ભેજ લાગવાથી ડ્રાયફ્રુટ્સ બગડી શકે છે.
જો તમે મોટી માત્રામાં નટ્સ ખરીદવાને બદલે ઓછી માત્રામાં તાા ખરીદો છો તો તે લાંબા સમય સુધી તાજા રહે છે.
તમે તેને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને થોડું શેકવું જોઈએ. આના કારણે જંતુઓ તેમાં પ્રવેશતા નથી અને તે ભેજથી પણ બચે છે.
ડ્રાયફ્રુટ્સ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે તાજા હોય અને તેમાંથી કોઈ ગંધ ન આવે. આ માટે માત્ર પેકિંગ વાળા જ ડ્રાય ફ્રુટ્સ જ ખરીદો.
ડ્રાય ફ્રુટ્સને લાંબા સમય સુધી ફ્રેશ રખવા માટે કાચની બરણીનો ઉપયોગ કરો. આનાથી તેમાં ભેજ નહીં આવે અને તે ક્રિસ્પી રહેશે.
ડ્રાય ફ્રુટ્સ હંમેશા સૂકી જગ્યાએ જ રાખો. આ તેમને બગાડવાથી દૂર રાખશે.ભીનાશ વાળી જગ્યાએ રાખવાથી ભેજ લાગવાનું જોખમ રહે છે.
જો તમે પણ ડ્રાય ફ્રુટ્સ ઝડપથી બગડવાથી પરેશાન છો તો આ ટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો.