મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ જો વધારે મીઠું પડી જાય તો ભોજનનો સ્વાદ બગાડે છે. જો તમારા ભોજનમાં વધારે મીઠું હોય તો ગભરાશો નહીં, ચાલો જાણીએ વધુ પડતું મીઠું દૂર કરવા માટેની ઉત્તમ ટિપ્સ-
જો શાકમાં મીઠું વધારે પડી જાય તો તમે શેકેલા ચણાનો લોટ મિક્સ કરી શકો છો.આનાથી મીઠું સંતુલિત થશે અને શાક પણ વધુ ટેસ્ટી લાગશે.
જો શાકમાં મીઠું વધારે થઈ જાય તો તેમાં થોડું દહીં નાખો અને બરાબર મિક્સ કરી લો,આનાથી શાકનો ટેસ્ટ વધશે અને મીઠું પણ સરખું થઈ જશે.
જો શાક અથવા દાળમાં મીઠું વધારે થઈ જાય તો તમે તેમાં લીંબુનો રસ નાખી શકો છો. તેનાથી ભાજનનો સ્વાદ પણ બમણો થઈ જશે.
જો ભોજનમાં મીઠું વધારે થઈ જાય તો તમે લોટમાંથી નાના ગોળા બનાવીને તેમાં નાખી શકો છો. 10 થી 15 મિનિટ પછી તે ગોળાને ભાજનમાંથી બહાર કાઢી લો. આનાથી ભોજનમાં મીઠું સંતુલિત થશે.
જો ભોજનમાં મીઠું વધારે હોય અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે તેમાં બ્રેડ નાખો અને 1-2 મિનિટ પછી બ્રેડને બહાર કાઢીને તેમાં થોડું ગરમ પાણી મિક્સ કરો.
જો તમારા શાક કે દાળમાં મીઠું વધારે હોય તો તેમાં 2-3 બાફેલા બટાકા નાખો.આનાથી બટેટા વધારાનું મીઠું શોષી લેશે અને શાક અને દાળને ટેસ્ટી બનાવશે.
જો તમે વધુ મીઠું વાળા ભોજનને સ્વાદિષ્ટ બાનાવવા માંગો છો તો તેમાં એક ચમચી ખાંડ અને વિનેગર નાખો જે મીઠાની માત્રાને સમતુલિત કરશે.
જરૂર પડે ત્યારે તમે આ ટિપ્સને અપનાવી શકો છો.