ગંદી થઈ ગયેલી બાથરૂમ ટાઈલ્સને ચમકાવવા માટે અપનાવો આ સરળ રીત


By Sanket M Parekh11, Aug 2023 04:16 PMgujaratijagran.com

વિનેગરનો ઉપયોગ કરો

પાણી અને સફેસ વિનેગર સરખા પ્રમાણમાં મિક્સ કરીને એક અસરકાર ક્લિનર તૈયાર કરી શકાય છે. આ મિશ્રણને સ્ક્રબરની મદદથી ટાઈલ્સ સાફ કરવાથી તે ચમકી ઉઠશે.

લીંબુનો રસ લગાવો

લીંબુનો રસ થોડો એસિડિક હોય છે અને આથી બાથરૂમ ક્લિનિંગ એજન્ટ તરીકે ઈફેક્ટિવ મનાય છે. જેને ટાઈલ્સ પર ઘસીને સારી રીતે સાફ કરો.

બેકિંગ સોડા

અડધા કપ બેકિંગ સોડા, એક ચમચી લિક્વિડ ડિશ સૉપ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરો. આ મિશ્રણને બાથરૂમની ટાઈલ્સ પર સ્પ્રે કરો અને સારી રીતે ઘસીને સાફ કરી લો.

બ્લીચ લગાવો

બાથરૂમની ગંદી ટાઈલ્સ સાફ કરવા માટે પાણી અને બ્લીચ મિક્સ કરો. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરો અને તેને બાથરૂમની એ ટાઈલ્સ પર સ્પ્રે કરો, જેને તમે સાફ કરવા માંગતા હોવ.

હાઈડ્રોજન પેરોક્સાઈડ

ટાઈલ્સને સાફ કરવા માટે સૌ પ્રથમ હાઈડ્રોજન પેરોક્સાઈડ અને લોટ સરખા પ્રમાણમાં મિક્સ કરો. હવે તેને સ્ક્રબરની મદદથી રગડીને સાફ કરો.

બેકિંગ સોડા અને ડિટરજન્ટ પાવડર

ડિટરજન્ટ પાવડર અને બેકિંગ સોડાનું ગાઢ મિશ્રણ તૈયાર કરો. જેને ટાઈલ્સ પર 15 મિનિટ માટે લગાવીને છોડી દો. જે બાદ સ્ક્રબરની મદદથી રગડીને સાફ કરી લો.

ચા બનાવતી વખતે બળી ગયેલ વાસણોને મિનિટોમાં આ રીતે ચમકાવો