શું તમારી રસોઈમાં પણ મીઠું વધી ગયું છે? તો આ રીતે તમારા શાકમાંથી મીઠું ઓછું કરો


By Vanraj Dabhi04, Nov 2023 12:47 PMgujaratijagran.com

શાકમાં મીઠું ઓછું કરવાની ટિપ્સ

જો શાકમાં મીઠું ઓછું કે વધારે હોય તો ખાવાનો સ્વાદ પણ બગડી જાય છે. જો ઘરમાં મહેમાનો આવતા હોય અને તમારા શાકમાં મીઠું વધું પડી જાય તો મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ તકે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને તમે શાકમાં મીઠાનું પ્રમાણ સરળતાથી ઓછું કરી શકો છો, તો ચાલો જાણીએ તે યુક્તિઓ વિશે.

શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરો

જો તમારા શાકમાં મીઠું વધારે હોય તો તેને સંતુલિત કરવા માટે તમે શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ ચણાનો લોટ લઈ તેને હળવો શેકી લો. આ પછી તેને શાકભાજી સાથે મિક્સ કરો. આ તમારા શાકભાજીમાં મીઠું સંતુલિત કરશે.

દહીંનો ઉપયોગ કરો

શાકમાં મીઠું વધારે હોય તો દહીંનો ઉપયોગ કરીને તમે સરળતાથી મીઠું સંતુલિત કરી શકો છો. દહીંનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારી જરૂરિયાત મુજબ દહીંને એક બાઉલમાં કાઢી લો અને પછી તેને ગ્રેવીમાં મિક્સ કરો અને ગ્રેવીને બે મિનિટ ઉકાળો. તમારા શાકનો સ્વાદ એકદમ સરસ રહેશે.

બાફેલા બટાકાનો ઉપયોગ કરો

જો તમારા શાક કે દાળમાં મીઠું વધારે હોય તો તેને ઠીક કરવા માટે તમે બાફેલા બટાકાનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ ગ્રેવી મુજબ બાફેલા બટાકા લો અને તેને મેશ કરો અને શાકમાં મિક્સ કરો. આ રીતે તમારું દાળ કે શાક એકદમ સ્વાદિષ્ટ બનશે.

લીંબુના રસનો ઉપયોગ કરો

લીંબુના રસનો ઉપયોગ કરીને તમે સરળતાથી શાકમાં વધારાનું મીઠું સંતુલિત કરી શકો છો. જો તમારા પોહા, ડ્રાય વેજીટેબલ કે ગ્રેવીમાં વધારે મીઠું હોય તો તેમાં ગ્રેવી કે શાક મુજબ 2 થી 3 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. શાકમાં મીઠાનો સ્વાદ સંતુલિત રહેશે.

વાંચતા રહો

આ રીતે તમે તમારા શાકમાં વધુ મીઠું ઓછું કરી શકો છો, આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમારે પણ ગેસનું બિલ વધારે આવે છે? તો ઘરે રસોઇનો ગેસ બચાવવા માટે આ ટિપ્સ અજમાવો