સૂજીમાં લાગતી જીવાતને સાફ કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને તમે સૂજીનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કિચનની આ સરળ ટીપ્સ વિશે જે સોજીને જીવાતથી બચાવશે.
સૂર્યપ્રકાશ કુદરતી રીતે એન્ટીબેક્ટેરીયલનુ કામ કરે છે, સોજીને તડકામાં રાખવાથી જીવાત બહાર નીકળી જાય છે. સોજીને તડકામાં મુકી તેની વચ્ચે વચ્ચે હાથ વડે હલાવતા રહો આનાથી કીડા બહાર આવી જશે.
સોજીમાંથી જંતુઓ દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે એક વાસણમાં સોજીને છાપા પર ફેલાવી લઈ તેમા કપુરની ગોળી રાખો. લગભગ અડધા કલાકમાં સોજીમાંથી જીવાત ભાગી જશે
સોજીને સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં ન આવે સંગ્રહિત ન આવે તો તેમાં જીવાત પડવાની શક્યતા વધી જાય છે, આવામાં સોજીને લાંબા ગાળાના ઉપયોગ માટે રાખવાની કેટલીક ટિપ્સ છે.
1) જે બોક્સમાં સોજી રાખવામાં આવે છે તેનું ઢાંકણ સંપૂર્ણપણે ચુસ્ત રીતે બંઘ કરવું. 2) સોજીને માત્ર કાચના બનેલા એર ટાઈટ જાર અથવા પાત્રમાં રાખો
લીમડાને સુકવી લઈ તેના 10-12 પાન સોજીમાં નાખો. ધ્યાનમાં રાખો કે લીમડાના પાનમાં પાણી ન હોય, આમ કરવાથી અડધા કલાકમાં લીમડાના કારણે સોજીના જંતુઓ ભાગી જશે.