ચણાના લોટના ચીલા ખાવાથી કંટાળી ગયા હોવ તો આ વસ્તુઓથી ફ્રેશ ટેસ્ટી ચીલા બનાવો


By Smith Taral21, Apr 2024 02:12 PMgujaratijagran.com

ચણાના લોટના ચીલાના આપણે સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે પણ આજે આપણે નવા પ્રકારના ચીલા બનાવાની રેસિપી જાણીશું, આ ખાવાથી તમારા બ્રેકફાસ્ટમા અને સ્વાદ બંનેમા નવીનતા આવશે. આવો જાણીએ

સોજી ચિલ્લા

જો તમને ચીલામાં ક્રિસ્પીનેસ જોઈતી હોય તો ચણાના લોટમા સોજી ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો અને તેને ક્રીસ્પી બનાવી શકો છો.

મગની દાળ ચીલા

બ્રેકફાસ્ટમાં હેલ્ધી ઓપ્શનન માટે મગની દાળના ચીલા બનાવી શકો છો.આને તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

બાજરીના લોટના ચીલા

ચણાના લોટને બદલે બાજરીના લોટનો ઉપયોગ કરીને ચીલા બનાવી શકો છો, આ પણ તમારા ટેસ્ટમાં અને બ્રેકફાસ્ટના મેનુંમા નવીનતા લાવશે

ઓટ્સ ચીલા

ઓટ્સ ચીલા સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન છે આ માટે તમારે ઓટ્સને પીસીને તેનો પાવડર બનાવી તેમાંથી ચીલા તૈયાર કરી શકો છો.

પાલક ચીલા

પાલકને ખૂબ જ બારીક પીસીને તેને ઉપયોગમાં લો તેનાથી ચીલા ક્રિસ્પી પણ બનશે. પાલકનાં ચીલા હેલ્ધી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

સોફ્ટ અને ફ્લફી રોટલી બનાવવા માંગો છો, બસ આ રીતને અનુસરો