ગેસ સ્ટવની આંચ ધીમી થઈ ગઈ છે, તો અપનાવો આ ઉપાય


By Sanket M Parekh30, Jul 2023 04:27 PMgujaratijagran.com

રેગ્યુલેટર બંધ કરો

જ્યારે પણ ગેસ સ્ટવના બર્નરમાંથી ધીમી આંચ નીકળે, તો તેને ઠીક કરવા માટે સિલિન્ડરના રેગ્યુલેટરને બંધ કરીને કનેક્શનને અલગ કરો અને પાઈપ પણ કાઢીને અલગ રાખી દો.

જાળી સાફ કરો

અનેક વખત રાંધતા સમયે બર્નર પર ખાવાનું પડી જાય છે. જેથી સ્ટવની જાળીમાં રહેલા કાણા બંધ પડી જાય છે, જેનાથી ફ્લેમ યોગ્ય રીતે નથી નીકળી શકતી.

કેવી રીતે સાફ કરશો

બર્નરને સાફ કરવા માટે સૌ પ્રથમ તેને ગરમ પાણીમાં બેકિંગ સોડા નાંખીને થોડીવાર માટે છોડી દો. જે બાદ ટૂથપિકની મદદથી કાણાંને ચોખ્ખા પાણીથી ધોઈ નાંખો.

ગેસ પાઈપ ચેક કરો

જો તમારી ગેસની પાઈ 3 મહિના કરતા વધારે જૂની અને ગંદી થઈ ગઈ હોય, તો આંચ ધીમી થવા પાછળ આ કારણ પણ જવાબદાર હોઈ શકે છો.

ગેસ પાઈપ બદલો

ગેસ પાઈપ એક સમય બાદ ડેમેજ થવા લાગે છે. જેથી ફ્લેમ ધીમી થવા લાગે છે. એવામાં પાઈપને દર સપ્તાહે ચેક કરો અને બને તો બદલી નાંખો.

ગેસ સ્ટવને સાફ કરો

ગેસ પર પાણી પડવાના કારણે તેના પર કાટ લાગી જતો હોય છે. જેના કારણે આંચ ધીમી પડી જાય છે. એવામાં નટ બોલ્ટ ખોલીને સ્ટવને નીકાળો અને પછી તેની સફાઈ કરો.

કપડાથી સાફ કરો

જો તમારો ગેસ સ્ટવ હાઈટેક નથી, તો તેને જાતે જ ખોલીને સાફ કરો. માત્ર એ વાતનું ધ્યાન રાખો કે, લોખંડની પાઈપને પાણીથી સાફ કરવાની જગ્યાએ કપડાથી લૂછી લો.

તમારા ઘરની ટાઇલ્સ ચમકાવવા માટે મોપ પાણીમાં આ વસ્તુ મિક્સ કરો