તમારા ઘરની ટાઇલ્સ ચમકાવવા માટે મોપ પાણીમાં આ વસ્તુ મિક્સ કરો


By Jivan Kapuriya30, Jul 2023 03:47 PMgujaratijagran.com

જાણો

ઘરને સ્વચ્છ રાખવા માટે ફ્લોરને સાફ કરવા જરૂરી છે.જો તમારું ઘર સ્વચ્છ નથી તો તે તમારા મહેમાની સામે તમને શરમજનક બનાવી શકે છે. આવી સ્થિતિમાં તમે પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ફ્લોરને કાચની જેમ ચમકાવી શકો છો.

સફેદ વિનેગર

વિનેગર વાસ્તવમાં કુદરતી જંતુનાશક છે જેનો ઉપયોગ ફ્લોર સાફ કરવામાં કરી શકાય છે. તેને ગરમ પાણીમાં મિક્સ કરીને લૂછી લો.

ખાવાનો સોડા

એક ગેલન અથવા અડધી ડોલ પાણીમાં અડધો કપ ખાવાનો સોડા નાખીને મોપિંગ કરવાથી તમારા ફ્લોર પર ચમક પાછી આવશે.

લિક્વિડ સોપ

પાણીમાં વિનેગર અથવા બેકિંગ સોડા સાથે લિક્વિડ સોપના થોડા ટીપા મિક્સ કરો અને તેનાથી મોપ કરો. આ રીતે તમારું ઘર ચમકશે.

ડીશ વોશર

એક ડોલ પાણીમાં 2 ચમચી ડીશ વોશર નાખો અને વિનેગર ઉમેરો. હવે આ પાણીથી તમે તમારા ફ્લોરને કાચની જેમ ચમકાવી શકો છો.

અમોનિયા મિક્સ કરો

આ માટે અડધી ડોલ પાણીમાં અડધો કપ અમોનિયા નાખીને લૂછી લો. આમ કરવાથી તમારો ફ્લોર એકદમ ચોખ્ખો થઈ જશે.

નેપ્થાલિન બોલ્સ

પોછા કરવાની ડોલમાં અડધા કલાક પહેલા નેપ્થાલિન ગોળીઓ નાખીને રાખો.આમ કરવાથી ગોળીઓના ઘણા તત્વો પાણીમાં ભળી જાય છે જે ફ્લોરને સાફ કરવામાં મદદ કરે છે.

મીઠું અને લીંબુ

પાણીમાં મીઠું અને લીંબુ મિક્સ કરીને લૂછવાથી પણ ફ્લોરની જૂની ચમક પાછી આવી શકે છે. આનાથી કીટાણુઓ પણ મરી જાય છે.

તમે પણ આ ટિપ્સથી ફ્લોરને ચમકદાર બનાવી શકો છો.

પાવરગ્રિડના બોર્ડે બોન્ડ મારફતે રૂપિયા 5,700 કરોડનું ફંડ ઊભુ કરવા મંજૂરી આપી