આ લક્ષણો હોઇ શકે છે કિડની ઇન્ફેક્શનના, તેની અવગણના ના કરો


By hariom sharma18, Apr 2023 06:01 PMgujaratijagran.com

ઉલટી થવી અને બેચેની

કિડનીમાં ઇન્ફેક્શન થવા પર બેચેની અને ઉલટી જેવી સમસ્યા થઇ શકે છે. કોઇ જ કારણ વગર આ પ્રકારની સ્થિતિ કિડનીમાં ઇન્ફેક્શન થવાના સંકેતો હોઇ શકે છે.

પેશાબ કરતા સમયે દુખાવો

પેશાબ કરતા સમયે દુખાવો થવો એ કિડની ઇન્ફેક્શનનું એક સામાન્ય લક્ષણ છે. આ ઇન્ફેક્શન થવા પર પેશાબ કરતા સમયે દુખાવાની સાથે સાથે બળતરા થઇ શકે છે અને પેશાબમાંથી દુર્ગંધ પણ આવે છે.

પેશાબમાં લોહી આવવું

કિડનીમાં ઇન્ફેક્શન થવા પર પેશાબની જગ્યા પર લોહી પણ આવી શકે છે. જો તમે આવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છો તો તેની અવગણના ના કરો. આનાથી કિડનીમાં ડેમજ થવાનું જોખમ રહે છે.

પીઠનો દુખાવો

પીઠમાં સતત દુખાવો થવો પણ કિડનીમાં ઇન્ફેક્શનના સંકોત હોઇ શકે છે. એટલું જ નહીં એવામાં હાથ-પગ, બેકપેન અને શરીરને અન્ય ભાગોમાં પણ દુખાવો થઇ શકે છે.

તાવ

કિડનીમાં ઇન્ફેક્શન થવા પર તાવ આવવા જેવી સમસ્યા થઇ શકે છે. એવામાં ઠંડી લાગવી અથવા ઠંડી લાગવા સાથે તાવ જેવી સમસ્યા પણ થઇ શકે છે.

દહીમાં હળદર મિક્સ કરીને ખાવાથી મળશે બે ઘણા ફાયદા