Kidney Diseases: કિડનીમાં પાણી ભરાવા પર શરીર આપે છે આ 5 સંકેત


By Sanket M Parekh17, May 2025 03:56 PMgujaratijagran.com

હાઈડ્રોનીફ્રોસિસ

કિડની શરીરમાં જમા ઝેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે. એવામાં ઘણી વખત કિડનીમાં પાણી જમા થઈ જાય છે, જેને હાઈડ્રોનીફ્રોસિસ કહેવામાં આવે છે.

પેશાબ કરતી વખતે પરેશાની

જો તમને અટકી-અટકીને પેશાબ આવતો હોય કે બળતરા જેવી સમસ્યા રહેતી હોય, તો તે કિડનીમાં પાણી જમા થયું હોવાનો સંકેત હોઈ શકે છે.

વારંવાર પેશાબ જવાની સમસ્યા

સામાન્ય રીતે કિડનીમાં પાણી જમા થવાના કારણે તમારે વારંવાર પેશાબ આવે અને તે સાથે જ યુરિનના રંગમાં પણ બદલાવ જેવા લક્ષણો જોવા મળી શકે છે.

પેટમાં દુખાવાની સમસ્યા

જો તમને કિડનીમાં પાણી ભરાવાની સમસ્યા હોય, તો તેના પરિણામે પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

નબળાઈ અને થાક

જો તમારી કિડનીમાં પાણી જમા થઈ રહ્યું હોય, તો એવામાં તમે સામાન્ય કામ કરતાં-કરતાં પણ ઝડપથી થાકી જાવ છો. આ સાથે જ તમને આખો દિવસ નબળાઈનો અહેસાસ રહે છે.

શરીરમાં સોજા આવે

ઘણી વખત કિડનીમાં પાણી જમા થવાના કારણે ચહેરા, હાથ અને પગની આસપાસ સોજાની સમસ્યા વકરી શકે છે.

તબીબની સલાહ લો

જો તમને ઉપરોક્ત લક્ષણો દેખાય, તો તેને સાધારણ સમજવાની ભૂલ કર્યાં વિના તાત્કાલિક આ સંદર્ભે તબીબની સલાહ લેવી જોઈએ.

Urine Sigh: પેશાબમાં દુર્ગંધ આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત, ઈગ્નોર ના કરશો