Prostate Cancer: પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના સંકેત ક્યા છે?


By Sanket M Parekh15, May 2025 04:08 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પ્રોસ્ટેટ એક નાની અખરોટના આકારની ગ્રંથિ છે, જે પુરુષોના રેક્ટમની નીચે હોય છે અને સ્પર્મ માટે જરૂરી ફ્લૂઈડ બનાવે છે. એવામાં આજની સ્ટોરીમાં જાણીતા હેલ્થ એડવાઈઝર ડૉ જીપી કેપ્ટન અનિલકુમાર પાસેથી પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના લક્ષણો વિશે જાણીએ...

પ્રોસ્ટેટ કેન્સર શું છે?

જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડના સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તેને પ્રોસ્ટેટ કેન્સર કહે છે. જે પુરુષોમાં જોવા મળતું બીજા નંબરનું સામાન્ય કેન્સર કહેવાય છે.

જાગૃક્તા જરૂરી

સપ્ટેમ્બર મહિનાને પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ તરીકે મનાવવામાં આવે છે. જેથી લોકો તેના શરૂઆતના લક્ષણોને ઓળખે અને સમયસર સારવાર કરાવે.

પ્રોસ્ટેટ કેન્સરના સામાન્ય લક્ષણો

પેશાબમાં બળતરા, પેશાબ ત્રૂટક-ત્રૂટક આવે, સીમન કે પેશાબમાંથી લોહી પડે, ઈરેક્ટાઈલ ડિસફંક્શન, વજન ઉતરવું અને હાડકામાં દુખાવો પ્રોસ્ટેટ કેન્સરના સામાન્ય લક્ષણો છે.

કોને સૌથી વધારે ખતરો?

65 વર્ષથી વધુ વયના પુરુષો, જેમના પરિવારમાં કોઈને પ્રોસ્ટેટ કેન્સર થઈ ચૂક્યું હોય, તેમને આવું કેન્સર થવાનો ખતરો સૌથી વધારે રહેતો હોય છે.

યુવાનો માટે પણ ગંભીર સમસ્યા

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે પ્રોસ્ટેટ કેન્સર 50 વર્ષની નીચેના વયના પુરુષોને થવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

રિસ્ક ફેક્ટર

વધારે પડતું મીટ ખાવું, હાઈ ફેટ ડેરી પ્રોડક્ટનું સેવન, બેઠાડું જીવનશૈલી, ફિઝિકલ એક્ટિવિટીની કમી અને માનસિક તણાવ જેવા કારણો પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધારી શકે છે.

સારવાર કેવી રીતે થાય?

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર દર્દીની ઉંમર અને હેલ્થ કંડિશન તેમજ કેન્સરના સ્ટેજ પર નિર્ભર કરે છે. જેમાં દવાઓ, રેડિકલ સર્જરી અને રેડિએશન થેરાપી પણ સામેલ થઈ શકે છે.

Heart Disease: શું આંખોમાં પણ જોવા મળે છે હાર્ટ એટેકના લક્ષણો?