ખરાબ જીવનશૈલી અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આંખોમાં પણ હાર્ટ એટેકના કેટલાક લક્ષણો પહેલા જ જોવા મળી જાય છે, જેને જાણવા જરૂરી છે. તો ચાલો કાર્ડિયોલૉજિસ્ટ ડો. કે.કે.કપૂર પાસેથી જાણીએ કે, આંખોમાં હાર્ટ એટેકના કેવા સંકેતો અગાઉથી જોવા મળે છે.
હાર્ટ એટેકના અગાઉ આંખોના રેટિનામાં બ્લડ સપ્લાય અટકી શકે છે. જેના પરિણામે વ્યક્તિને અચાનક દેખાવાનું બંધ થઈ જાય છે. આ એક ઈમરજન્સી સંકેત છે.
આઈલિડ નજીક પીળા રંગનો પ્લેક દેખાય, તો તે પણ હ્રદય રોગનું લક્ષણ હોઈ શકે છે. જે કૉલેસ્ટ્રોલ જમા થવાનો સંકેત દર્શાવે છે.
બ્લડ ક્લોટિંગના કારણે આંખોની નસોમાં બ્લૉકેજ થઈ શકે છે. જેના પરિણામે આંખોમાં દુખાવો અને તણાવનો અહેસાસ થાય છે.
આંખોની બ્લડ વેસલ્સ ડેમેજ થાય, તો તેને માત્ર આંખની જ બીમારી સમજવાની ભૂલ ક્યારેય ના કરશો. આ હાર્ટ સાથે સંકળાયેલી બીમારી પણ હોઈ શકે છે.
આંખોમાં વારંવાર બળતરા થવી, આંખો ભારે લાગવી કે ધુંધળું દેખાય, તો તે હાઈ બ્લડપ્રેશરનો સંકેત હોઈ શકે છે. જે હાર્ટએટેકનું કારણ બની શકે છે.
નાની આંખોની સમસ્યાઓ ક્યારેક મોટી અને ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. એવામાં નિયમિત આંખોની તપાસ કરાવીને ખતરો ટાળી શકાય છે.
જો તમને પણ આંખોમાં ઉપર જણાવેલા કોઈ લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધો. સમયસરની સારવારથી હાર્ટએટેકના ખતરાને ટાળી શકાય છે. હાર્ટ એટેકની પહેલી 15 મિનિટ ખૂબ જ ખાસ હોય છે. જેમાં દર્દીને શાંત રાખો, પ્રાથમિક સારવાર આપો અને પછી તાત્કાલિક હોસ્પિટલ ખસેડો.