નોટ ગણતાં સમયે આ વાતોનું રાખો ધ્યાન, માં લક્ષ્મી પ્રસન્ન રહેશે


By hariom sharma25, Feb 2023 07:00 AMgujaratijagran.com

માં લક્ષ્મી

ધનની દેવી માં લક્ષ્મીની જે વ્યક્તિ ઉપર કૃપા વરસે છે, એને જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી.

નારાજ

જોકે રૂપિયાના મામલમાં ઘણાં લોકો અજાણતા નોટ ગણવામાં કેટલીક ભૂલો કરતાં હોય છે. જેનાથી માં લક્ષ્મી નારજ થાય છે.

પ્રસન્ન

તો જાણીએ નોટ ગણવા અને તેને કેવી રીત રાખવામાં કંઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ, જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન રહેશે.

નોટ ગણતા સમયે

ઘણાં લોકો નોટ ગણતા સમયે થૂંકનો ઉપયોગ કરતાં હોય છે, જેને સારું ગણવામાં નથી આવતું. ધન અથવા તો નોટ ઉપર માં લક્ષ્મીનો વાસ હોય છે.

આર્થિક તંગી

નોટ ઉપર થૂંક લગાવવુંએ માત લક્ષ્મીનું અપમાન ગણાય છે, જેનાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે, અને એ વ્યક્તિને આર્થિક તંગીની સમસ્યા થઇ શકે છે.

સિક્કાઓને ગમે ત્યાં ફેંકવા

ધન, નોટ અથવા સિક્કાઓમાં ધનની દેવીમાં લક્ષ્મીની કૃપાનો વાસ હોય છે. ઘણાં લોકો પર્સ માથા નીચે રાખીને સૂઇ જતા હોય અથવા તો સિક્કા ગમે ત્યાં ફેંકે છે.

આશ્રિત

આવું ના કરવું જોઇએ, નહીં તો માં લક્ષ્મી નારાજ થઇને એક એક રૂપિયા માટે આશ્ચિત કરી શકે છે.

પૈસા ફેંકીને આપવા

ઘણાં લોકો એવા પણ હોય છે જે પૈસા ફેંકીને આપે છે.નોટ કે સિક્કા ફેંકીને આપવા એ માં લક્ષ્મીને ખૂબ જ નારાજ કરી શકે છે.

નીચે પડી જવા

ઘણી વાર પૈસા હાથમાંથી નીચે પડી જાય છે અને લોકો તેને ઉઠાવીને ખીસામાં મૂકી દે છે, આવું ના કરવું જોઇએ પહેલાં પૈસા ઉઠાવીને માથે લગાવવા જોઇએ અને પછી તેને મૂકવા જોઇએ.

Grah Gochar March: માર્ચ મહિનામાં આ 4 ગ્રહોનું રાશિ પરિવર્તન બદલી નાંખશે આ રાશિઓની કિસ્મત