માર્ચ મહિનામાં આ 4 ગ્રહોનું રાશિ પરિવર્તન બદલી નાંખશે આ રાશિઓની કિસ્મત


By Akshat Pandya24, Feb 2023 03:48 PMgujaratijagran.com

ગ્રહ ગોચર

માર્ચ મહિનામાં મંગળ મિથુન રાશિમાં, શુક્ર મેષ રાશિમાં, સૂર્ય મીન રાશિમાં, બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે.

વૃષભ રાશિ

માર્ચમાં થતા ગ્રહોના પરિવર્તનના કારણે વૃષભ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરિયર સાથે જોડાયેલા અવસરો સામે આવશે. કાર્યસ્થળ પર સારો માહોલ બનેલો રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે માર્ચ મહિનો મહત્વપૂર્ણ સાબિત થશે. નવી જવાબદારી આવી શકે છે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપારીઓને લાભ મળવાની સંભાવના છે. વિદેશમાં કામ કરનારા જાતકોને આવકના નવા સ્ત્રોતો ઉભા થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો આ મહિને ખૂબ પૈસા કમાશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. ઉચ્ચ શિક્ષાના અવસરો પ્રાપ્ત થશે.

મીન રાશિ

માર્ચ મહિનો મીન રાશિના જાતકો માટે આર્થિક બાબતે શુભ રહેશે. વેતન વૃદ્ધિની સંભાવના છે. આ મહિને નોકરીના સારા અવસરો પ્રાપ્ત થશે.

વારંવાર ઇન્ફેક્શન અને થાક લાગે તો આ વસ્તુનું સેવન કરો, દૂર થશે વિટામીન Aની ઉણપ