હિન્દુ ધર્મમાં લગ્નના દિવસે લાલ કલરના વસ્ત્રોને શુભ માનવામાં આવે છે. આજે અમે બોલીવુડની તે સુંદરીઓ વિશે જણાવીશું જેમણે પોતાના લગ્નના દિવસે લાલ કલરના લહેંગા પહેર્યા હતા.
કેટરીના કૈફે તેના લગ્નના દિવસે અદ્ભૂત લાલ રંગનો હેવી વર્ક લેહેંગા પહેર્યો હતો. અભિનેત્રીનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો.
સોનમ કપૂરે પણ તેના લગ્નમાં ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથેનો અદ્ભૂત લાલ રંગનો લહેંગા પહેર્યો હતો.
આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકા પાદુકોણે સબ્યસાચીનો અદ્ભૂત લાલ લહેંગા પહેર્યો હતો.
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બે રીતિ-રિવાજોથી લગ્ન કર્યાં. અભિનેત્રીએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો.
યામી ગૌતમે તેના લગ્નમાં સિમ્પલ સોબર રેડ કલરની સાડી પહેરી હતી. દરેક લોકો અભિનેત્રીના લુકના વખાણ કરી રહ્યા હતા.
બોલીવુડની તેજસ્વી અભિનેત્રી પત્રલેખાએ પણ તેના લગ્નના દિવસે પહેરવા માટે લાલ રંગની જોડી પસંદ કરી હતી.
દિશા પરમારે તેના લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. અભિનેત્રીના વેડિંગ ડ્રેસની બધાએ વખાણ કર્યા હતા.
મનોરંજન સંબંધિત દરેક અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.