કરવા ચોથના અવસરે આઈબ્રોને જાડી અને ડાર્ક બનાવવા માટે તમે કરી પત્તા એટલે કે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. જેના તેલમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને એમિનો એસિડ હોય છે. આ તેલથી આઈબ્રો પર મસાજ કરો.
તમે એવાકેડોનો માસ્ક લગાવીને પણ આઈબ્રોને ઘટાદાર બનાવી શકો છે. આ માટે એવાકેડોને મૈશ કરીને દહી સાથે મિક્સ કરો. હવે તેમાં ઑલિવ ઑઈલ મિક્સ કરીને આ પેસ્ટને આઈબ્રો પર 15 મિનિટ માટે લગાવો.
આઈબ્રો પર કૉફી અને નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવાથી આઈબ્રોના વાળ ઘટાદાર અને ડાર્ક બને છે. જેને 10 મિનિટ સુધી લગાવીને રાખ્યા બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈ લો.
આઈબ્રોના વાળના ગ્રોથ માટે આમળા જ્યૂસમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. જેને 10 મિનિટ લગાવીને રાખ્યા બાદ ફેસવૉશ કરો. જેના એન્ટી ફંગલ ગુણ વાળને ઈન્ફેક્શનથી બચાવે છે.
કલોંજીના તેલથી આઈબ્રોના વાળના ગ્રોથને સુધારી શકાય છે. જે કોલેજનને વધારે છે અને વાળને ઘટાદાર બનાવે છે.
ભૃંગરાજનું તેલ પણ આઈબ્રોના ગ્રોથ માટે ઉત્તમ માનવામાં આવે છે. જેને નારિયેળના તેલમાં મિક્સ કરીને મસાજ કરવાથી મદદ મળી શકે છે.