સ્કિનમાં નિખાર માટે તમે આલુ બુખારાનું સેવન કરી શકો છો. જેની અંદર વિટામિન એ, સી, કે, બી-1, બી-2, બી-3 સહિત અનેક ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. આલુ બુખારામાં રહેલા પોષક તત્વો સ્કિનને ટાઈટ કરીને કરચલી દૂર કરે છે.
ખજૂરની અંદર સારા એવા પ્રમાણમાં વિટામિન-ડી અને સી હોય છે. એવામાં દરરોજ ખજૂરનું સેવન કરવાથી સ્કિનમાં કોલેજન વધે છે. જેનાથી સ્કિન લાંબા સમય સુધી સૉફ્ટ રહે છે.
અખરોટની અંદર વિટામિન બી-5, બી અને વિટામિન-ઈ જેવા ગુણ મળી આવે છે. જે સ્કિનને ડીપ મોઈશ્વરાઈઝ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે પોષક તત્વ સ્કિનને હાઈડ્રેટ રાખે છે.
જણાવી દઈએ કે, દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી સ્કિનમાં કોલેજનનું પ્રોડક્શન વધે છે. જેનાથી સ્કિન પર રહેલ ફાઈન લાઈન્સને ઓછી કરી શકાય છે.
વીટ ગ્રાસ પણ ગુણોથી ખાણ છે. જેમાં પોટેશિયમ, ફાઈબર, નિયાસિન, વિટામિન બી-6, પેન્ટોથેનિક એસિડ અને આયરન જેવા ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જે સ્કિન ટેનની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.
સ્વીટ પોટેટો એટલે કે શક્કરીયામાં પુષ્કળ પોષક તત્વો હોય છે. જે ઑઈલી સ્કિનની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. એવામાં જે લોકોને ખીલ અને કાળા ડાઘાની સમસ્યા હોય, તેમણે શક્કરીયાનું સેવન અચૂક કરવું જોઈએ.